હિન્દ ન્યુઝ, મહિસાગર
મહિસાગર નાં કડાણા તાલુકામાં હોળીના તહેવારની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે હોળીના દિવસે વહેલી સવારે ગામના લોકો પોત પોતાના ઘરેથી હોળી સળગાવવા માટે લાકડા લાવે છે બધા લોકો ભેગા મળીને હોળીનું સ્થાન હોય ત્યાં મૂકવા જાય છે અને રાત્રે ગામ લોકો ભેગા થઈને હોળી માતાને પ્રગટાવે છે ઢોલના તાલે નાચ ગાન કરે છે અને વહેલી સવારે ગામની મહિલાઓ દ્વારા હોળીને પાણી રેડીને ઠંડી પાડવામાં આવે છે અને હોળીની અંદર માટીનો ઘડો મુકવામા આવે છે નીચે માટીના લાડવા બનાવીને મૂકે છે વહેલી સવારે ગામ લોકો ભેગા થઈને બહાર કાઢે છે આદિવાસી વિસ્તારમાં લોકો તેને નેટો કરવામાં આવે છે.
મહિસાગરના કડાણામાં પણ તમામ સ્થળોએ હોળીના તહેવારની ઉજવણી થઈ છે. હર્ષોલ્લાસના માહોલમાં હોળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. જિલ્લાના તમામ જગ્યાઓ પર હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારે આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો પોતાની આગવી સંસ્કૃતિથી આ તહેવારને ઉજવતા જોવા મળ્યા હતા.
મહીસાગર આજે દેશભરમાં હોળીના તહેવારની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે કડાણા તાલુકામાં પણ તમામ જગ્યાએ હોળીના તહેવારની ઉજવણી થઈ છે. હર્ષોલ્લાસના માહોલમાં હોળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો પોતાની આગવી સંસ્કૃતિથી આ તહેવારને ઉજવતા જોવા મળ્યા, જેમાં અંગારા પર લોકો ચાલે છે.
હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો મહાત્મ્ય ધરાવતો તહેવાર છે. ફાગણ સુદ એકમથી જ આ તહેવારની ઉજવણી માટેની તૈયારી શરૂ થઈ જાય છે. પેટિયું રડવા બહારગામ જતા આદિવાસીઓ આ સમયે અચૂક વતન આવી પહોંચે છે. દૂર નોકરી કરતા લોકો પણ આ દિવસે જરૂરથી વતને આવતા હોય છે. ખાવલા, પીવલા ને નાચુલા માટે અતિ પ્રિય આ આદિવાસીઓ હોળીના તહેવાર દરમ્યાન ગીતો ગાઇ ઢોલ, તારપું, પાવી, કાંહળી, ઢોલક-મંજીરાં વગેરે વાદ્યોની મસ્તીમાં ઝુમી ઊઠે ત્યારે એવું વાતાવરણ સર્જાઈ ઊઠે કે, જાણે એમનાં નૃત્યને નિહાળવા દેવતાઓ પણ ઉતરી આવતા હોય.
મહીસાગર જિલ્લાના આદિવાસી વિસ્તારના ગામડે-ગામડે હોળી પ્રગટાવાય છે. હોળીબાઈના ગીતો ગવાય છે. સામાન્ય રીતે આદિવાસીઓ આમલી અગિયારસથી હોળીના તહેવારની ઉજવણી શરૂ કરે છે. આ દિવસે ઠેર-ઠેર મેળાઓ અને હાટો ભરાય છે. દેશી ઢોલ દેશી તાલ અને આદિવાસી નૃત્ય કીકીયારીઓથી આદિવાસી ગામડાઓ ગુંજી ઉઠે છે અને આ હોળીનો ઉત્સવ ગામડાઓમાં દસ દિવસથી દિવસ સુધી ચાલે છે.
રિપોર્ટર : જયેશ ડામોર મહિસાગર