મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં જિલ્લા કક્ષાના રમત સંકુલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર 

    રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે છે ત્યારે તેઓએ એમ્યુઝમેન્ટ પાર્ક નજીક, શ્રીજી હોલ પાસે મિલેટ એક્સપોને ખુલ્લો મૂકી જામનગર જિલ્લાને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં બેડી બંદર રોડ, ઓવર બ્રિજ નજીક બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં નિર્માણ પામનાર જિલ્લા કક્ષાના રમત સંકૂલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.

જામનગરમાં જિલ્લા કક્ષાનું રમત સંકૂલ બનાવવા માટે સરકાર દ્વારા આશરે ૧૨ એકર જમીન ફાળવવામાં આવી છે. અંદાજે ૨૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રમત સંકુલમાં ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખો-ખો, જિમ, યોગા, જુડો, ચેસ, વેટ લીફટ, ૧૦૦ મી. શુટીંગ રેન્જ તથા આઉટડોર ગેમ્સમાં ૪૦૦ મીટર મડી એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બે વોલીબોલ કોર્ટ, બે કબડ્ડી મેદાન, ખો-ખો કોર્ટ, ચાર ટેનીસ કોર્ટ, બે બાસ્કેટબોલ કોર્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ જિલ્લા રમત સંકૂલના નિર્માણથી જામનગર જિલ્લાની યુવા પેઢીને રમત ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા વિકસિત કરવાની તેમજ રમત ગમત ક્ષેત્રે આગળ વધવાની ઉમદા તકો પ્રાપ્ત થશે.

 

 

 

Related posts

Leave a Comment