જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે મીલેટ એક્સપોને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તારીખ ૦૧ માર્ચના રોજ વિવિધ લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મીલેટ એક્સપોને ખુલ્લો મૂક્યો હતો. તેમજ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલ ધારકોને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ સખી મંડળ તેમજ પ્રાકૃતિક કૃષિ અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો સાથે મળીને સંવાદ કર્યો હતો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે તા.1 થી 3 માર્ચ સુધી મિલેટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં મિલેટ વાનગીઓના લાઇવ ફુડ સ્ટોલ, મિલેટ વાનગીઓના રેડી ટુ ઇટ સ્ટોલ, મિલેટ પાકની સામગ્રી, પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ તેમજ હસ્તકલાના સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જામનગરની જાહેર જનતા આ સ્ટોલની મુલાકાત સાંજે ૦૪.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી લઈ શકશે.

આ મુલાકાત દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી સહિતના મહાનુભાવો મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment