શ્રી સોમનાથ મહાદેવના દર્શને રાજ્યના મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલ

હિન્દ ન્યુઝ, સોમનાથ

દિવાળી અને નૂતન વર્ષનું વેકેશના ચાલી રહ્યું છે ત્યારે દેશ વિદેશમાંથી સતાડો સોમનાથ મહાદેવના દર્શને પધારી રહ્યા છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ સહપરિવાર પધાર્યા હતા. તેઓ નું શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી પરમાર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે સહ પરિવાર મહાદેવનો જલાઅભિષેક કર્યો હતો તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી હતી. તેમજ શ્રી સોમનાથ મંદિરના આદિ&-અનાદી ઇતિહાસ ને ઉજાગર કરતો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત નૂતન રામ મંદિર ખાતે પ્રભુ શ્રીરામના દર્શન કરી ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ પરિવાર સહિત “સોમનાથ થી અયોધ્યા: રામનામ માત્ર લેખન યજ્ઞ”માં જોડાયા હતા. શ્રી કૃષ્ણના અંતિમ લીલા સ્થાન શ્રી ભાલકા તીર્થ તેમજ શ્રી કૃષ્ણની દેહોત્સર્ગ ભુમી ગોલોકધામ ખાતે પણ તેઓએ દર્શન કર્યા હતા.

સોમનાથ ખાતે રાત્રિ રોકાણ કરી બીજા દિવસે તેઓ એ વેહલી સવારે સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરીને ધન્યતા અનુભવી હતી. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલનું અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું.

 

Related posts

Leave a Comment