હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
“સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન ચાલી રહ્યુ છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલીકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી અને આ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યા છે.
“સ્વચ્છતા હિ સેવા” સફાઇ અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના શહેરના જુદા જુદા વિસ્તારોમાં સફાઇ નું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમજ દિવાળી તહેવાર નિમિતે રાત્રી સફાઇની પણ કામગીરી કરવામાં આવી હતી. આ સફાઇ ઝૂંબેશ કોડીનાર નગરપાલીકાના સફાઇ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.