હિન્દ ન્યુઝ, નાની ભગેળી (કાલાવડ)
આજરોજ કાલાવડ તાલુકાના નાની ભગેળી ગામ ખાતે શ્રીમતિ વી.ડી.ગાર્ડી હાઇ સ્કૂલ ખાતે સોવરજીન કંપની દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વનિતાબેન અને તેમના સ્ટાફ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું તેમજ શાળાના બેહનો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું તેમજ વનિતાબેન અને શાળાના આચાર્ય આર.બી.કોડીયાતર દ્વારા પ્રાસંગિક પ્રવચન આપ્યું. શાળાના પ્રમુખ દામજીભાઈ અને બીજા ટ્રસ્ટીઓ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. સોવરજીન કંપની દ્વારા શાળાના તમામ બાળકોને સ્કૂલ બેગ તેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવેલ. કાર્યક્રમ ને અંતે બધાને શાળા વતી નાસ્તો કરાવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક ડી.બી પાતર દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : યાસીન દોઢિયા, નિકાવા