હિન્દ ન્યુઝ, ગળતેશ્વર
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામનાં હિન્દૂ- મુસ્લિમ સમાજ ના આગામી તારીખ ૨૮ ના રોજ અવનાનાર ઇદે મિલાદ અને ગણપતિ વિસર્જન ધાર્મિક પૂર્વ નિમિત્તે ગામમાં શાંતિ અને ભાઈચારાનો વાતાવરણ જળવાઈ રહે જેથી અગાઉના વર્ષોની જેમ પરંપરાગત રીતે બંને સમાજનાં ધાર્મિક તેહવારોના જુલુસ અને વરઘોડોમાં કોઇપણ જાતનો અનીચ્છનીય બનાવ ના બને અને તેહવાર ખુબ જ સારી રીતે ઉજવવામાં આવે સાથે ગામમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે એ રીતે આ બંને તેહવારો ના બંને સમાજના લોકોએ સથે હળીમળી ઉજવવા માટે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી. જેમાં બંને સમાજ ના વડીલો અને આગેવાનો દ્વારા બંને તેહવારોઓ શાંતિ પૂર્વક ઉજવણી કરવાની ખાતરી આપી.
આ મીટીંગ માં સેવાલિયા ના પી.એસ.આઇ. એચ.એલ.રાવલ અને બન્ને સમાજનાં આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
રિપોર્ટર : મોહિન મલેક, ગળતેશ્વર