હિન્દ ન્યુઝ, સોમનાથ
શ્રાવણ કૃષ્ણ દશમીના અવસર પર સોમનાથ મહાદેવને વિશેષ હનુમાનજી દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવ પર ચંદન પુષ્પની મદદથી કપિરાજ હનુમાનજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ વિશેષ શ્રૃંગારમાં 100 કિલો થી વધુ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હનુમાનજી શિવજીના રુદ્રાવતાર કહેવામાં આવે છે. શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી આજે પણ કોઈને કોઈ સ્વરૂપે પૃથ્વીનું પાલન અને રક્ષણ કરી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગમાં હનુમાનજીની પ્રતિકૃતિ ના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.