જવાહર નહેરુ હોકી સ્પર્ધા-૨૦૨૩-૨૪ નું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના નિયંત્રણ હેઠળની જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા આગામી સમયમા જવાહર નહેરુ હોકી સ્પર્ધા ૨૦૨૩-૨૪ નું ભાવનગર શહેર/ગ્રામ્ય કક્ષાની ૨૯મી નહેરુ હોકી અંડર- ૧૭ ભાઈઓ/બહેનો અને અંડર ૧૫ ભાઈઓની સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામા ભાગલેવા ઇચ્છુક ખેલાડીઓએ પોતાની એન્ટ્રી જવાહર નેહરૂ હોકી સ્પર્ધા ૨૦૨૩-૨૪ સોસાયટીના નિયમો અનુસાર તા.૨૯/૦૮/૨૦૨૩ સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, એસ-૧૮ બીજો માળ બહુમાળી ભવન ભાવનગર ખાતે મોકલી આપવી.
SGFI શાળાકીય સ્પર્ધા ૨૦૨૩-૨૪ ની ઝોનકક્ષાની એથ્લેટિક્સ રમતની તમામ સ્પર્ધા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સિદસર મુકામે યોજાશે. વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, એસ-૧૮ બીજો માળ બહુમાળી ભવન ભાવનગર ના ટેલિફોન નંબર ૦૨૭૮- ૨૫૧૨૯૬૬ ઉપર સંપર્ક કરવો તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.