મહિસાગર, દાહોદ અને વડોદરા જીલ્લાની શાળાઓમાં “સમ્યક પ્રેરણા કાર્યક્રમનો” શુભારંભ કરાયો.

હિન્દ ન્યુઝ, મહિસાગર

       મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની એકલવ્ય નિવાસી શાળા, દિવડા કોલોની ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં મહિસાગર, દાહોદ અને વડોદરા જીલ્લાની શાળાઓમાં “સમ્યક પ્રેરણા કાર્યક્રમનો” શુભારંભ કરાયો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે,સમ્યક પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત ગણિત અને વિજ્ઞાનમાં બાળકોને શ્રેષ્ઠ માર્ગદર્શન આપી સર્વાંગી વિકાસ કરી શકાશે, બાળકોમાં રહેલ છુપાયેલ શક્તિ બહાર આવે તે જરૂરી છે તેમજ બાળકો પોતાની જાતે પ્રાથના ગીત, સ્વાગત ગીત પોતે બોલીને રજૂ કરે જેથી તેમની કલામાં વધારો થાય .

વધુમાં મંત્રીએ જણાવ્યું હતુ કે સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ દરેક શાળાઓમાં પૂરી પાડવામાં આવે છે અને શિક્ષક એ કર્મચારી નથી શિક્ષક એ રાષ્ટ્રનો નિર્માતા છે .

શિક્ષણમંત્રી ડો કુબેરભાઈ ડિંડોર દ્વારા ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ શાળાઓમાં કડાણા તાલુકાની લીંભોલા પ્રાથમિક શાળાનો સમાવેશ થતાં શાળાના આચાર્ય અને શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા

આ પ્રસંગે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સંતરામપુરના પ્રાચાર્ય કે. ટી. પુરાણીયા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી અવનીબા મોરી, શિક્ષણ સમિતિના ચેરમેન બાબુભાઈ પટેલ, અગ્રણી ભગવતસિંહ પુંવાર, અગ્રણી શ્રી જેન્તીભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કમલેશભાઈ પાદરીયા, કડાણાના સરપંચ જેન્તીભાઇ પ્રજાપતિ સહિત શિક્ષકઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Related posts

Leave a Comment