33 જેટલી બહેનોએ RSETI સંસ્થા ખાતે સંપૂર્ણ પણે વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા સાથે ૩૦ દિવસની તાલીમ મેળવશે

હિન્દ ન્યુઝ, સુરત

           બૅન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત તથા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI)ના સહયોગથી બહેનો માટે વિના મુલ્યે બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમનો પ્રારંભ – 33 જેટલી બહેનોએ RSETI સંસ્થા ખાતે સંપૂર્ણ પણે વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા સાથે ૩૦ દિવસની તાલીમ મેળવશે – તાપી જિલ્લાના બૅન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત RSETI ઇન્દુ ગામ ખાતે બહેનો માટે બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. એચ. રાઠવાના હસ્તે તથા તાપી જિલ્લા લીડ ડિસ્ટ્રીક મેનેજર રસિકભાઈ જેઠવા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો. અધ્યક્ષસ્થાનેથી આર. એચ. રાઠવાએ બહેનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. આ સાથે RSETI સંસ્થાની કામગીરી અંગે સરાહના કરતા વધુમાં ઉમેર્યું હતું કે, RSETI સંસ્થા દ્વારા બહેનોને પગભર કરવા માટે વિવિધ તાલીમો આપવામાં આવે છે જેનાથી તાપી જિલ્લામાં મહિલાઓ આર્થીક રીતે પગભર થઈ રહી છે.

તાપી જિલ્લા લીડ ડિસ્ટ્રીક મેનેજર રસિકભાઈ જેઠવાએ તાલીમાર્થી બહેનોને સફળતા પૂર્વક તાલીમ પૂર્ણ કરવા અને સ્વરોજગારી મેળવવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આજના યુગમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય બહેનો માટે એક રોજગારીનું ખુબ જ સારૂ માધ્યમ છે.બહેનો તેમાં સારી આવક મેળવી પગભર બની પોતાના પરિવારને પણ મદદરૂપ થઈ શકે તેવા હેતુ થી આ પ્રકારની વિવિધ તાલીમોનું આયોજન કરવામાં આવે છે. વધુમાં બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તાલીમ 30 દિવસની છે. તેમજ આ તાલીમ સંપૂર્ણ પણે વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા સાથે આપવામાં આવે છે. તેથી વધુમાં વધુ બહેનોએ આ પ્રકારની તાલીમનો લાભ લેવો જોઇએ એમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે સખી મંડળના ડી.એલ.એમ પંકજ પાટીદાર તથા બ્યુટી પાર્લર મેનેજમેંટ ટ્રેનર મનીષાબેન ગાંધી, RSETI ફેકલ્ટી દેવેન ગામીત ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ફેકલ્ટી આશિષ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા તાલીમ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં 33 જેટલી બહેનોએ જોડાઇ છે.

 

Related posts

Leave a Comment