વિવિધ એન્જી. કોલેજના છાત્રો સ્માર્ટ સિટી એરિયાની મુલાકાતે, મ્યુનિ. કમિશનર આનંદ પટેલે છાત્રો સાથે કર્યો વાર્તાલાપ

હિન્દ ન્યુઝ, રાજકોટ

          ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન લોન્ચ કરવામાં આવેલ જે અંતર્ગત ભારત સરકારના સ્માર્ટ સિટી મિશનના ડાયરેક્ટર કૃણાલ કુમાર દ્વારા સ્માર્ટ સિટીઝ મિશનના લોન્ચિંગની આઠ વર્ષની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ હતું જેના ભાગરૂપે તા. ૨૩-૦૬-૨૦૨૩ના રોજ રાજકોટની વિવિધ એન્જિનિયર કોલેજના છાત્રોએ સ્માર્ટ સિટી વિસ્તારની ટેકનીકલ સાઈટ વિઝિટ કરી હતી. આ અવસરે સ્થળ ઉપર ઉપસ્થિત મ્યુનિ. કમિશનર આનંદ પટેલે છાત્રો સાથે વાર્તાલાપ કરી તેમણે છાત્રોને મોટીવેટ કર્યા હતા. આ ઉપરાંત મ્યુનિ. કમિશનરએ રાજકોટ સ્માર્ટ સિટી એરિયા સહીતના વિસ્તારોમાં ચાલતી કામગીરી બાબતે છાત્રો પાસેથી પ્રગતિ બાબતે સજેશન પણ મેળવ્યા હતા. આ તકે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી પણ હાજર રહ્યા હતા.

શહેરની લાભુભાઈ ત્રિવેદી એન્જી. કોલેજ અને દર્શન એન્જી. કોલેજના ૬૦ જેટલા છાત્રો ટેકનીકલ વિઝિટમાં સામેલ થયા હતા તેમની સાથે દર્શન એન્જી. કોલેજના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ઉજ્જવલ સોલંકી પણ ઉપસ્થિત હતા. તેઓએ સ્માર્ટ સિટી એરિયામાં ચાલી રહેલી રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિવિધ કામગીરીઓ નિહાળી હતી તેમજ અટલ સરોવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સાઈટ વિઝિટ પણ કરી હતી.

આ વિઝિટ દરમ્યાન રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી.ના જનરલ મેનેજર વાય. કે. ગૌસ્વામીએ છાત્રોને સ્માર્ટ સિટી મિશન અને રાજકોટમાં થયેલ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી.

Related posts

Leave a Comment