ઓડ નગરમાં મોટા રણછોડરાયજી મંદિરથી ભવ્ય રથયાત્રા નીકળી

હિન્દ ન્યુઝ, આણંદ

           આણંદ જિલ્લાના ઓડનગરમા અષાઢી બીજના પાવન પર્વ પર રણછોડરાયજી મંદિરે થી સવારે વિધિવત પૂજન કરી રથયાત્રા પ્રારંભ કરાઈ ભગવાન શ્રીકૃષ્ણ બાળ સ્વરૂપ, જગન્નાથજી ભગવાન ની રથયાત્રા ઓડનગરમા ફેરવવામા આવી. સાધુ, સંતો, નગરજનો, બાળકો, યુવાનો, મહિલાઓએ ઉત્સાહ, ઉમંગ થી શોભાયાત્રામા જોડાયા. વિવિધ મહિલા મંડળો, ભજન મંડળીઓ રથયાત્રામા સૌ સામેલ થયા. રથયાત્રામા રાસ ગરબા, ભજનની રમઝટ બોલાવી. રથયાત્રાના રુટ મા ભાવિક ભકતેા ને પ્રસાદનુ વિતરણ કરવામા આવ્યું. પોલીસ તંત્ર દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રા બપોરે ૧૨ કલાકે નિજ મંદિર પાછી ફરી હતી.

આણંદ બ્યુરો ચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment