હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતોને જણાવવાનું કે, બાગાયતખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ : ૨૦૨૩ – ૨૪ માટે આઇ – ખેડુત પોર્ટલ ૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ હતું તો જે ખેડૂતોએ વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરેલ છે તેઓએ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની ઓફીસ વેરાવળ ખાતે જમા કરાવવાના રહેશે.
જેમા તાજેતરના ૭ / ૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડ ની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પુરાવાની નકલ વગેરે સાથે દિન-૭ માં જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬- ૨૪૦૩૩૦, વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવાના રહેશે.તેમ નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.