ગુજરાત સરકાર તરફથી વેરાવળ ડેપોને મળી ૧૦ નવી બસની ભેટ, વધશે મુસાફરોની સુવિધા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

        ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગના – વેરાવળ ડેપોને નવિન ૧૦ બસો ફાળવવામાં આવી છે. આજરોજ વેરાવળ બસ સ્ટેશન ખાતેથી સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાએ લીલી ઝંડી આપીને નવીન બસોનુ પ્રસ્થાન કરાવ્યું હતું.

              આ નવીન બસો  અલગ-અલગ રૂટ પર જેમા ૨૧:૩૦ કલાકે સોમનાથ – ગાંધીનગર સ્લીપર સર્વિસ,૧૮:૦૦ કલાકે ગાંધીનગર – સોમનાથ સ્લીપર સર્વિસ,૧૮:૩૦ કલાકે સોમનાથ – અંબાજી સ્લીપર સર્વિસ,૧૫:૦૦ કલાકે અંબાજી – સોમનાથ સ્લીપર સર્વિસ, ૨૧:૩૦ કલાકે વેરાવળ – ભૂજ સ્લીપર સર્વિસ૨૧:૩૦કલાકે ભુજ – વેરાવળ સ્લીપર સર્વિસ ૦૬:૧૫ કલાકે વેરાવળ – ગાંધીનગર લકઝરી ૨ × ૨ ,૦૬:૦૦ કલાકે ગાંધીનગર – વેરાવળ લકઝરી ૨×:૦૦ કલાકે વેરાવળ – પોરબંદર મીની સર્વિસ૫:૦૦ કલાક વેરાવળ – ઉના મીની સર્વિસની લોકોને  સેવાનો લાભ મળશે.

          આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવાજિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજાવેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીઉપપ્રમુખ કપિલ મહેતાવેરાવળ તાલુકા પ્રમુખ સરમણભાઈ સોલંકીડેપો મેનેજર શામળાદયારામભાઇ મેસવાડિયા તેમજ અગ્રણીઓ ઝવેરીભાઈ ઠકરારમહેન્દ્રભાઈ પિઠીયાસહિત એસટી કર્મીઓ અને ગણમાન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment