કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટી મિશનમાં કાર્યરત સ્ટાફ માટે “ફ્રીડમ ટુ વોક”, “સાઈકલીંગ” અને “રન”ની સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

       કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટી મિશનમાં કાર્યરત સ્ટાફ માટે આ વર્ષના પહેલા ક્વાર્ટરની તા.૦૧/૦૨/૨૦૨૩ થી તા.૧૭/૦૩/૨૦૨૩ સુધીની ૪૫ દિવસની ફ્રીડમ ટુ વોક, સાઈકલીંગ અને રનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ ૩૦ સ્માર્ટ સિટીના ૧૫૦ સ્પર્ધકોએ ૭૧૦૦ એક્ટીવીટી દ્વારા કુલ ૬૮,૦૦૦ કી.મી. એટલે કે પૃથ્વીના એક ચક્કરથી વધુનું અંતર વોક, સાઇકલિંગ, અને રનીંગ દ્વારા કાપેલ. જેમાં રનીંગમાં રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી તથા કર્મચારી પી. બી. ગજેરાએ તેમજ સાઈકલીંગમાં ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, અધિકારી સિદ્ધાર્થ પંડ્યા, નીલેશ કામાણી, કે. એસ. ગોહેલ વગેરેએ આ સ્પર્ધામાં રાજકોટ સિટી માટે જહેમત ઉઠાવી ૩૦ થી વધુ સિટીમાંથી રાજકોટ શહેરને રનીંગ તેમજ સાઈકલીંગની બંને સ્પર્ધામાં પાંચમો ક્રમ અપાવેલ.

     આ સ્પર્ધામાં કુલ છ કેટેગરીમાં પૂર્ણ કરવામાં આવેલ જેમાં વ્યક્તિગત એવોર્ડમાં સિટી લીડર્સ પી.બી. ગજેરાએ ૪૫ દિવસમાં કુલ ૭૫૪ કી.મી. રનીંગ કરી નેશનલ લેવલે ત્રીજા ક્રમે રહેલ. સ્માર્ટ સિટી મિશનના ડાયરેક્ટરો કુનાલ કુમાર તથા રાહુલ કુમાર વિગેરેએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ વર્ષના દરેક કવાર્ટરમાં ૪૫ દિવસની સ્પર્ધા રહેશે જેમાં ફરીથી સિટી લીડર્સ ભાગ લેશે. આ ક્વાર્ટરની સ્પર્ધા તા.૦૧/૦૫/૨૦૨૩થી ચાલુ થશે જેમાં આ સિટી લીડર્સ ફરીથી ભાગ લઇ શકશે.

Related posts

Leave a Comment