પાલિતાણાના હણોલ ગામમાં થયેલા વિકાસલક્ષી કામો ની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર

કેન્દ્રિય મંત્રી. ડો. મનસુખભાઈ માંડવિયાએ નુતનવર્ષ નિમિતે પોતાના વતન હણોલમાં કરોડોના ખર્ચે અનેક વિકાસ લક્ષી કામોનું ખાતમુર્હુત કર્યું હતું. આ લોકાર્પણ કરેલ વિકાસલક્ષી કામોની પ્રગતિની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા.

હણોલ ખાતે મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી ત્યારબાદ ખાત મુર્હૂત કરેલા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ગામની સાફ સફાઈ સહિતની જીણવટ ભરી બાબતો અંગે નિરીક્ષણ કર્યું હતું જેમાં ગ્રામજનો પણ સહભાગી થયા હતા.

ગામનાં આધુનિકીકરણ અને હણોલને સ્માર્ટ વિલેજ બનાવવા ગામમાં અમૃત સરોવર, પાદર ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, ટ્રેક અને રમત-ગમત સંકુલ, બહુલક્ષી હોલ, નાગબાઈ માતાનું નવીનીકરણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ચેકડેમ રીપેરીંગ જેવા અનેક વિકાસ કર્યોની પ્રગતિ અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

આ તકે ધારાસભ્ય સર્વે ભીખાભાઈ બારૈયા, ગૌતમ ભાઈ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી સુરેશભાઈ ચૌધરી સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment