બોર્ડની પરીક્ષા સંદર્ભે કલેક્ટરની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીના ભાગ રૂપે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત માદયમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સૂચના અન્વયે ધો. ૧૦ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ ૨૦૨૩ના આગોતરા આયોજન બાબતે પરીક્ષા સમિતિના અધ્યક્ષ તેમજ જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે એસ.ટી. બસોના રૂટ યોગ્ય રીતે ચાલે અને જરૂરિયાતે એક્સ્ટ્રા બસની સુવિધા કરવી. પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાય રહે તેવું આયોજન કરવું. પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગરૂમ તેમજ પેપર રવાનગી માટે પુરતો પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરવી. તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક સુવિધાની ચકાસણી કરવી. દરેક પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય સેવાઓ મળી રહે તેવું આયોજન કરવું. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ -૧ અને વર્ગ – રના અધિકારીઓની નિમણુંક કરવી. પરીક્ષા આપવા આવતી વિધીઆર્થિની વિદ્યાર્થિનીઓની શિક્ષિકા બહેનો મારફત થનાર બાહ્ય તપાસ માટે યોગ્ય આડસ અથવા અલાયદા રૂમની વ્યવસ્થા કરવી. પરીક્ષા સમિતિ દ્વારા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાઉ દૂર થાય તેમજ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવનાર છે જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ, અધિક નિવાસી કલેકટર બી. જે. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી એસ. કે. વ્યાસ, શિક્ષણ નિરીક્ષક એસ. એ. પંડયા, એસ. ટી. વિભાગના અધિકારી, પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment