વોર્ડ નં. ૧૦ની વોર્ડ ઓફિસ ખાતે વિવિધ મુદ્દાઓ અંગે રીવ્યુ મીટિંગ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

હિન્દ ન્યુઝ, રાજકોટ

        રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તા. ૨૧-૦૨-૨૦૨૩ના રોજ વોર્ડ નં. ૧૦ વોર્ડ ઓફિસ ખાતે વિવિધ કામગીરી અંગે રીવ્યુ મીટિંગ કરી હતી તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વ્હીકલ, One Time Installment Scheme ઉપરાંત બાંધકામઆરોગ્યફરિયાદોના નિરાકરણઆંગણવાડીકોર્પોરેશનની શાળાસ્વચ્છતાસોલીડ વેસ્ટ મેનેજમેન્ટટેક્સ સહિતની બાબતોએ રીવ્યુ મીટિંગ કરવામાં આવી.

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ ઓફિસ રીવ્યુ દરમ્યાન One Time Installment Scheme, વિવિધ આરોગ્ય લગત યોજનાઓનો લોકો લાભ લે, મોબાઈલ વાન વિગેરે બાબતો અંગે સંબંધિત અધિકારીને સુચના આપી હતી.

        આજની રીવ્યુ મીટિંગમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. દોઢિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, આરોગ્ય અધિકારી જયેશ વકાણી, પાર્કસ એન્ડ ગાર્ડનનાં ડાયરેક્ટર એલ. જે. ચૌહાણ, પી.એ. (ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, આસી. મેનેજર એન. એમ. આરદેશણા, આસી. મેનેજર વિવેક મહેતા, એ.ટી.પી. રેનીશ વાછાણી, ડી.ઈ.ઈ. ગાવિત, વોર્ડ ઓફિસર આરતીબેન નિમ્બાર્ક વિગેરે હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment