નવસારી નારણ લાલા કોલેજ પર નવસારી ખાતે યોજાયેલી ટી – 20 બરોડા ઇન્ટર ડીસ્ટ્રીકટ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન

હિન્દ ન્યુઝ, નવસારી

બરોડા ક્રિકેટ અસોસિએશન દ્વારા આદિત્ય બિરલા કેપિટલ ઇન્ટર ડીસ્ટ્રીકટ ટી – 20 વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધા નારણ લાલા કોલેજ નવસારી ખાતે રમાઈ હતી. એમાં ચાર ટીમે ભાગ લીધો હતો એમાં બરોડાની બે ટીમો અને મહેસાણા અને નવસારી જિલ્લાની ટીમો હતી. જેની ફાયનલ મેચ બરોડા યલો અને મેહસાણા વચ્ચે યોજાઈ હતી. જેના ઇનામ વિતરણ સમારંભ માં ICA ના એપેક્ષ કમિટી મેમ્બર અપ્રીતા પટેલ, નારણ લાલા કોલેજ ના ડાયરેકટર ડૉ. દીનુભાઈ નાયક, BCA સિનયર HR પ્રિયંકા વર્મા, વુમન ક્રિકેટ કોડીનેટર ગીતા ગાયકવાડ, ડીસ્ટ્રીકટ હેડ સંજીવ સાવંત, નારણ લાલા કોલેજ ના શા. શિ. ના પ્રાધ્યાપક ડૉ. મયુર પટેલ, સિલેકટર રૂબીના સય્યદ, પલક કંસારા ઉપસ્થિત રહ્યા હતા. ફાયનલ મેચમાં મેહસાણા ની ટીમે ટૉસ જીતી પ્રથમ બેટીંગ કરતા 20 ઓવર માં 9 વિકેટે 83 રન કરયા હતા જેમાં નેહા પટેલે 19 બોલમાં 29 રન મુખ્ય હતા. જેના જવાબમાં બરોડા યલો ટીમે 13.2 ઓવર માં 1 વિકેટે 84 રન કરીને ચેમ્પયન બની હતી.

અને અંતે ઇનામ વિતરણ સમારંભ માં બેસ્ટ વુમન બેટર ઓફ ઘી ટુર્નામેન્ટ મેસવી પોકાર બની હતી જેમને ગીતા ગાયકવાડ અને રૂબીના સય્યદ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને બેસ્ટ વુમન બોલર ઓફ ઘી ટુર્નામેન્ટ નીલાક્ષી યાદવ બની જેમને પ્રિયંકા વર્મા અને પલક કંસારા દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો . બેસ્ટ વુમન પ્લેયર ઓફ ઘી ટુર્નામેન્ટ નેહા પટેલ બની હતી જેમને સર સંજીવ સાવંત અને ડૉ મયુર પટેલ દ્વારા પુરસ્કાર અપાયો હતો .રનર્સઅપ ટીમ મેહસાણા ને ડૉ દિનુભાઈ નાયક દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને ચેમ્પયન ટીમ બરોડા યલો ને અપ્રીતા પટેલ દ્વારા ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડૉ. મયુર પટેલ અને હેડ કોચ અરવિંદ પટેલે કર્યું હતું, આ સ્પર્ધા દરમ્યાન U -15 બરોડા ની ટીમ ની પસંદગી કરવામાં આવી હતી જેમાં 3 નવસારી, 2 મેહસાણા અને 11 બરોડા ની ખેલાડની ઓની પસંદગી થઇ હતી જેમાં નવસારી જીલ્લા ની એ બી સ્કૂલ ની આરયા મેહતા, સ્વામી નારાયણ સ્કૂલની સ્વાતિ જાહ અને એમ જી વશી સ્કૂલ, ધમડાછા ની કાવ્યાંજલિ પટેલ ની પસંદગી થઇ હતી.

રિપોર્ટર : જયદીપ રાવલ, નવસારી

Related posts

Leave a Comment