આદર્શ આચાર સંહિતનો ભંગ થાય તેવા ગ્રુપ-બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ

કચ્છ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.૦૧/૧૨/૨૦૨૨ના મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૦ સુધી ચાલશે. વિધાનસભા પેટા ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શન આચાર સંહિતાના અમલ માટે મતદાન પૂર્ણ થયાના ૪૮ કલાકના પહેલાં સમયગાળામાં પોલીટીકલ નેચરવાળા બલ્ક એસએમએસના ટ્રાન્સમીશન પર પ્રતિબંધ ફરમાવેલ છે. જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સતાની રૂએ કચ્છ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે તા.૦૧/૧૨/૨૦૨૨ના મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી કોઇપણ વ્યકિતને પોલિટીકલ નેચર વાળા બલ્ક એસ.એમ.એસ. મોકલી શકાશે નહીં. કોઇ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઇ વ્યકિત દ્વારા ઉકત નિયમોનું ભંગ કરવામાં આવશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related posts

Leave a Comment