ગીર સોમનાથમાં ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જિલ્લા કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ,  ગીર સોમનાથ

      ગીર સોમનાથ, તા. ૧૧: ગીર સોમનાથમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા. ૧૫-૧૦-૨૦૨૨ ના રોજ યોજાનાર છે. જેના ભાગરૂપે કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી વેરાવળ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ પ્રદર્શન સ્ટોલ તેમજ ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત વિશે સંલગ્ન નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૧૫-૧૦-૨૦૨૨ ના રોજ સદભાવના ગ્રાઉન્ડ, બાયપાસ ચોકડી, પ્રભાસપાટણ ખાતે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળો ઓક્ટોબર ૨૦૨૨-૨૩નું મુખ્યમંત્રી ના હસ્તે શુભારંભ થનાર છે. જેમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ નાગરિકો પણ ભાગ લેવાના છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન તેમજ વ્યવસ્થા અને દેખરેખ માટે સંકલનથી વિવિધ પ્રકારની કામગીરી અંગે જિલ્લા કલેક્ટર એ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને માહિતગાર કર્યા હતાં.

      આ સમીક્ષા બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગેની કામગીરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની કામગીરી, વીજ પુરવઠા જાળવણી, આરોગ્ય વિષયક સેવાઓ અંગે કામગીરી સહિત પ્રદર્શન સ્ટોલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઈ લોકાર્પણ/ખાતમુહુર્ત અંગેની કામગીરી અંગે સંલગ્ન નોડલ અધિકારી ઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક  મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક  વાય.ડી.શ્રીવાસ્તવ, અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી  આર.કે.મકવાણા, પ્રાંત અધિકારી  સરયુબા જસરોટિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ. એચ.ભાયા, માર્ગ અને મકાન વિભાગ મુખ્ય કાર્યપાલક ઈજનેર  સુનિલ મકવાણા સહિત ચીફ ઓફિસર તેમજ મામલતદારઓ અને સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment