હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેબ સંકુલ –ગાંધીનગરનાં માધ્યમથી આયોજિત જી.પી.એસ.સી. વર્ગ-૧/૨ તથા વર્ગ- ૩ ના ફ્રી વીડીયો કોર્ષ કોચિંગ ક્લાસનો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરી, રૈયા રોડ, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ તથા ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઇબ્રેરી, જીલ્લા ગાર્ડન ખાતે આજથી શુભ પ્રારભ કરવામાં આવ્યો છે.
આ ફ્રી વીડીયો કોર્ષમા ઉપરોક્ત ત્રણેય લાઇબ્રેરીઓના સ્થળે જી.પી.એસ.સી. વર્ગ- ૧/૨ નાં પ્રથમ ૧૮૭ વિધાર્થીઓને તથા વર્ગ – ૩ નાં મેરિટ લીસ્ટ મુજબના પ્રથમ ૧૮૭ વિધાર્થીઓ મળી કુલ ૩૭૪ વિધાર્થીઓને છ મહિના સુધી દરરોજ બે કલાક વિવિધ વિષયોના વીડીયો કોર્ષના માધ્યમથી કોચીંગ આપવામાં આવશે. દર શનિવારે ડાઉટ સોલ્વીગ કરાવવામાં આવશે અને દર રવિવારે વીક્લી ટેસ્ટ યોજવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કોર્ષમાં જોડાવા ઈચ્છતા વિધાર્થીઓની પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં કુલ ૨૮૦૦ વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી કુલ ૧૧૧૩ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ/મેરીટ લીસ્ટ જાહેર કરવામા આવેલ હતુ. અને આ મેરીટના ધોરણે વિધાર્થીઓને આ કોર્ષમાં પ્રવેશ આપવામા આવેલ છે. જે કોર્ષનો આજથી શુભ શરુઆત કરવામાં આવી રહ્યો છે. કોર્ષમાં જોડાયેલા વિધાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.