હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૧૮/૦૯/૨૦૨૨ થી ૦૩/૧૦/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૮૨ રેંકડી-કેબીનો ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક,ડેપ્યુટી મેયર ચોક, નાનામવા ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૮૯ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૧૮૧ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને પુષ્કરધામ મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ૫૪,૦૦૦/-વહીવટી ચાર્જ જીવરાજપાર્ક સાધુવાસવાણી રોડ,ગાયત્રીનગર મેઇન રોડ,જ્યુબેલી ચોક,પેલેસ રોડ ભુપેંદ્ર રોડ, કરણસિંહજી રોડ,કેસરી પુલ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.૧,૧૬,૭૩૦/- મંડપ ચાર્જ જે કોઠારીયા રોડ, રૈયા રોડ, સત્યસાંઈ રોડ, પંચાયત ચોક, સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો.