બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (RENEWAL) ન કરાવવા અંગે જાહેર જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૧૧/૨૦૨૨ ના રોજ રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (RENEWAL) ન કરાવવા બદલ કમી થનાર હોઈ સબંધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી (RENEWAL) કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી (RENEWAL) કરાવવા માટે વેબ પોર્ટલ www.employment.gujarat.gov.in પર JOB SEEKER LOGIN મેનુ પર ક્લિક કરી E-Mail સામેના ખાનામાં નોંધણી કાર્ડમાં દર્શાવેલ E-Mail એડ્રેસ લખવું તથા PASSWORD સામેના ખાનામાં નોંધણી કાર્ડમાં દર્શાવેલ PASSWORD FOR YOUR WEB ACCESS કોલમની સામે લખેલ ૧૧ આંકડાનો (ALPHA-NUMERIC) પાસવર્ડ લખી લોગીન થયા બાદ RENEWAL REGISTRATION મેનુ પર ક્લિક કરી ઓનલાઇન નોંધણી તાજી કરાવી શકાશે.
નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ જિલ્લા રોજગાર કચેરીના ઈ-મેલ dee-botad@gujarat.gov.in પર મોકલી નોંધણી તાજી (RENEWAL) કરાવી શકો છો. નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત જિલ્લા રોજગાર કચેરી ખાતેથી નોંધણી તાજી (RENEWAL) કરાવી શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી – બોટાદના કોલ સેન્ટર નં. ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ મારફત સંપર્ક સાધવા ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી, બોટાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment