હિન્દ ન્યુઝ, દિયોદર
ગૌમાતા ઉપર લંપી વાયરસ ની મહા આફ્ત આવી પડી છે. આ આફત સામે ગૌમાતા નું રક્ષણ થાય તેમજ વિશ્વમાંથી આ વાયરસ જલ્દી નાબૂદ થાય તેથી વાયરસ ના લીધે દેવ થયેલ ગૌમાતાને શ્રદ્ધાંજલિ હેતુસર દિયોદર તાલુકાના સુરાણા ગામે ગૌ માતા માટે શિવ શક્તિ ગૌ માતાના ઘી ની 108 દીવડાની મહા આરતી એવમ મહાપ્રસાદ, ભવ્ય રંગોળીનું આયોજન શાસ્ત્રી રઘુરામભાઈ જોશી તથા શાસ્ત્રી રમેશભાઈ ની નિશ્રામાં સેવાકીય ગ્રુપ સુરાના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન લંપી વાયરસ માં દેવ થયેલ ગૌમાતાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દીપમાળા નું આયોજન રાખેલ હતું. દરેક ગ્રામજનો પોતાની સાથે એક દીપ લઈને આવ્યા હતા. આ પ્રસંગ માતાના મંદિરે રાખવામાં આવ્યો આ પ્રસંગે ગામના આગેવાનો, બહેનો અને વડીલો અને બાળકો સર્વ નાગરિક હાજર રહ્યા હતા.
અહેવાલ : કનુ જોષી, દિયોદર