સારા ન્યુઝ, ગાંધીનગર
શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે ત્રિસ્તરીય શહેરી વિકાસ રોડમેપ તૈયાર કર્યો છે
ગુજરાતમાં ડી.પી, ટી.પી અને સ્થાનિક વિસ્તાર વિકાસ આયોજન પારદર્શીતાથી ઘડીને કાર્યરત કરાય છે
ટાઉનપ્લાનીંગ સ્કીમ લોકોની સહમતિ અને જનભાગીદારીથી બનાવાય છે
વડાપ્રધાનએ આપેલી ફ્યુચરિસ્ટીક સિટીઝની કલ્પનાને સુસંગત આયોજનબદ્ધ વિકાસથી ગિફ્ટ સિટી દેશનું મુખ્ય નાણાંકીય-આર્થિક ગતિવિધિ કેન્દ્ર બન્યું
શહેરોમાં સ્લમ રિ-ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપી ૧૬૬ માં પ૯ હજાર સ્લમ્સ આવાસોનું નિર્માણ કાર્ય પૂરજોશમાં-૭૮૦૦ યુનિટમાં કામ પૂર્ણ થઇ ગયાં
રાજ્યની કૃષિક્રાંતિના મૂળમાં વડાપ્રધાનએ આપેલા કૃષિમહોત્સવ-સોઇલ હેલ્થકાર્ડ-પશુઆરોગ્ય મેળા જેવા કિસાન હિત અભિગમ રહેલા છે
રાજ્યમાં બે દાયકામાં બાગાયત વિસ્તાર ૩૦૦ ટકા વધ્યો
સુક્ષ્મ સિંચાઇ પ્રણાલિમાં SPV દ્વારા વધુ વિસ્તારો આવરી લઇ દાડમ-ખજૂર કમલમ જેવા ફળની ખેતી સામેલ કરી છે
પ્રાકૃતિક ખેતી માટેના વડાપ્રધાનના આહવાનને ગુજરાતે ઝિલી લીધુ છે-પ.પ૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃત કર્યા
કૃષિ યુનિવર્સિટીઝમાં પ્રાકૃતિક ખેતીનો વિષય આ વર્ષથી અભ્યાસક્રમમાં દાખલ કરાશે. ગુજરાતનું ‘‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’’એ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ-મશીન લર્નીંગ અને બિગ ડેટા એનાલીસીસ જેવી ટેક્નોલોજીથી સુસજ્જ એવું દેશનું પહેલું ડિઝીટલ એજ્યુકેશન આર્કિટેકચર છે