હિન્દ ન્યુઝ, જસદણ
જસદણના વિછીયા રોડ ઉપર રહેણાક મકાનમાંથી પ્રતિબંધિત સીરપ નો જથ્થો ઝડપાયો સીરપ નો જથ્થો કોઈ પણ બીલ કે લાઇસન્સ વગર તેમજ ડોક્ટરની પ્રિસ્ક્રીપ્શન વગર નશાના હેતુથી વેચાણ કરવામાં આવતું હતું. રાજકોટ SOG પોલીસે રહેણાક મકાનમાં રેડ પાડતા 119 સીરપ ની બોટલો મળી આવી હતી. રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે મકાન માલિક હિંમતભાઈ ઘુઘાભાઈ માંડાણીની અટકાયત કરી સીરપ, મોબાઈલ સહિત કુલ રૂ,17010 નો મુદામલ કબ્જે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ