કેન્દ્રીય શિપીંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ એશિયાના સૌથી મોટાં શિપ બ્રેકિંગ યાર્ડ અલંગની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભારત સરકારના શિપીંગ, પોર્ટ્સ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ આજે ભાવનગર જિલ્લાના અલંગ ખાતે આવેલા શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લીધી હતી. એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડમાં ઉભી કરાયેલી વિવિધ વ્યવસ્થાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે યુરોપિયન યુનિયનના પ્રતીનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરી હતી.

 

આ પ્રતિનિધિ મંડળમાં નોર્વેના મુંબઈ સ્થિત કોનસ્યુલેટ જનરલ એમ્મા બો, રોયલ નોર્વેયન કોનસ્યુલેટ જનરલ આર્ને જેન ફ્લોલો, ડેન્માર્ક એમ્બસીના પારસ ગુપ્તા અને ડેન્માર્કના ટ્રેડ પોલિસીના કાઉન્સિલર મિઆ ઇજસિંગ લાયડોમ ઉપસ્થિત રહ્યા હતા. અહીંના બે જહાજવાડાની મુલાકાત લઈ મંત્રી શિપ બ્રેકિંગની વિવિધ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત બાદ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે અલંગમાં ઉભી થયેલી વ્યવસ્થાના કારણે ગુજરાત અને અન્ય રાજ્યના ઘણાં લોકોને રોજગારીની તકો આપી છે.

આ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી ઉપરાંત શ્રીમતી ડો ભારતીબેન શિયાળ (સાંસદ ભાવનગર), ડૉ. સંજીવ રંજન ( IAS) (સચિવ, શિપિંગ), રાજેશ કુમાર સિંહા, (અધિક સચિવ શિપિંગ), ભૂષણ કુમાર, (સંયુક્ત સચિવ, શિપિંગ), રાજીવ જલોટા (ચેરમેન,IPA), સુજીત કુમાર, (IAS) (મંત્રીના PS), યોગેશ નીરગુડે (IAS) (કલેકટર ભાવનગર),  રવીન્દ્ર પટેલ (IPS) (જિલ્લા પોલીસ અધિક્ષક, ભાવનગર), એસ.કે.મહેતા (IFS) (અધ્યક્ષ,DPA), નંદીશ શુક્લા (IRTS) (ઉપાધ્યક્ષ DPA), નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય રાહુલ મોદી સહિતના અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ આ સુવિધાની મુલાકાત લીધી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment