પાલિતાણાની જાળીયા અમરાજી કેન્દ્રવર્તી શાળાની સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

પાલીતાણા તાલુકાના હસ્તગીરી જૈન તીર્થમાં કુદરતી સાનિધ્યમાં આવેલ જાળીયા અમરાજી કેન્દ્રવર્તી શાળાના સ્થાપના દિવસની ઉજવણી શિક્ષકો અને આચાર્ય દ્વારા અલગ રીતે કરવામાં આવી હતી. જેમાં આચાર્ય યુનુસખાન બલોચ અને શિક્ષક સ્ટાફ દ્વારા શાળાના ૭૨ વર્ષ પૂર્ણ થતાં શાળાના કમ્પાઉન્ડમાં ૭૨ પીપળાના વૃક્ષ વાવીને કરવામાં આવી હતી.

આ પીપળાના વૃક્ષને ઓક્સિજન પ્લાન્ટ નામ આપી ઉછેરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કારણ કે પીપળો એવું વૃક્ષ છે જે સૌથી વધુ ઓક્સિજન આપવાનું કાર્ય કરે છે.

સાથો સાથ શાળામાં શાળાના બાળકોના ઘરે કુલ ૭૨૦ વૃક્ષો આ વર્ષે વાવવાનું શાળા સ્ટાફ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેમજ શાળાના શિક્ષકો ૭૨ ઇતર પુસ્તકોનું વાંચન કરશે. એક અલગ સંકલ્પ સાથે શાળાના સ્થાપના દિવસની અલગ રીતે ઉજવણી જાળીયા અમરાજી કેન્દ્રવર્તી શાળામાં કરવામાં આવી હતી. જેમાં શિક્ષકો અને આચાર્ય દ્વારા અનોખી રીતે ઉજવણી કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment