હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા
માનવ સેવા એજ પ્રભુ સેવા ને ધ્યાન માં ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ આષાઢી બીજની ભવ્ય રથયાત્રામા જોડાયેલા તમામ રથયાત્રીઓને ઠંડા સરબત પીવડાવી માનવતા અને એકતા ના હેતુ સાથે માનવ સેવા એજ પ્રભુ સેવા ના સુત્રને સાર્થક ની સાથે સ્વ . રફીકભાઈ ચૌહાણ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધ્રાંગધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ રફિકભાઈ ચૌહાણ જેમનું તાજેતરમાં હદય રોગથી નિધન થતાં સમગ્ર ધ્રાંગધ્રા હિન્દુ મુસ્લિમ સમાજમા શોક સાથે હિબકે ચઢયું હતું આજે તેમની યાદમા અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા તેમના પરિવારજનો દ્વારા રથયાત્રાના તમામ રથયાત્રીઓ માટે ઠંઠા સરબત પીવડાવી સાચી સેવા રુપી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી
રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા