ભાવનગર જિલ્લામાં આવેલ પ્રવાસન પ્રોજેકટોની સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે પ્રવાસન વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ હેઠળનાં સમાવિષ્ટ જિલ્લાના કામોની પ્રગતિ તથા પ્રેઝન્ટેશન તેમજ ફાળવવામાં આવેલ ગ્રાંન્ટની સમીક્ષા અંગેની બેઠક જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

આ બેઠકમાં કલેક્ટરએ જિલ્લામાં ચાલી રહેલ પ્રવાસનના પ્રોજેક્ટ્સ, તળાજા તાલુકાના મોટા ગોપનાથ મહંત જગ્યા ટ્રસ્ટ, ગોપનાથ ખાતે મંજુર થયેલ કામની અવધિ લંબાવવા અને પ્રોજેકટની બાકીની ગ્રાન્ટની માંગણી બાબતે તથા દેવદત્ત પંડ્યા એન્ડ એસોસીએશન દ્વારા રજૂ થયેલ ડી.ટી.પી. મંજૂર કરવાં બાબતે, તળાજા તાલુકાના ગોપનાથ બીચ વિકાસ માટે ફાળવેલ ગ્રાન્ટમાંથી બચત રહેલ ગ્રાન્ટ બાબતે, ભાવનગર શહેરમાં આવેલ રૂવા રવેચીધામ તળાવના ડેવલપમેન્ટ પ્રોજેકટની અવધિ લંબાવવા બાબત તથા પ્રોજેકટની બાકીની ગ્રાન્ટની માંગણી બાબતે તેમજ ભૈરવનાથ મંદિર, પાલીતાણા પ્રોજેકટ બાબતે વિસ્તૃત સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, તળાજા નગરપાલિકાના પ્રમુખ, પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment