હિન્દન્યુઝ, બોટાદ
આઝાદી કા અમૃત મહોત્સવ અનુસંધાને નાણાંકીય વિભાગ, ભારત સરકાર દ્વારા બોટાદ જિલ્લામાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૮ જૂનના સવારે ૧૧ કલાકે નાનજી દેશમુખ હોલ,બોટાદ નગરપાલિકામાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્થાને કલેક્ટર બી.એ. શાહ ઉપસ્થિત રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે રાજકોટ ઝોનના બેંક ઓફ બરોડના મહાપ્રબંધક વિજયકુમાર બસેઠા ઉપસ્થિત રહેશે. આઝાદીનો અમૃત મહોત્સવએ ભારતની આઝાદીના 75માં વર્ષની ઉજવણી માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું સૌથી મહત્વકાંક્ષી અને પ્રતિષ્ઠિત અભિયાન છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ