હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદના પ્રાંત અધિકારી દિપક સતાણીની અખબારયાદીમાં જણવવામાં આવ્યું છે કે, તેઓએ તેમની કચેરીના નાયબ મામલતદારની ટીમ સાથે તા. 25ના બોટાદ રેલવે સ્ટેશન પાસે આવેલા વેસ્ટર્ન કં.કો.ઓ. સ્ટોર્સ સંચાલિત વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરી. જેમા દુકાનમાં ગેરરીતિ અને અનિયમિતતા જોવા મળી.
દુકાનમાં અને અન્ય ગોડાઉનમાં રાખેલા ઘઉં, ચોખા અને ખાંડના હાજર જથ્થા અને ઓનલાઈન જથ્થામાં તફાવત સામે આવ્યો. આ અંગે દુકાનદારનો પ્રાથમિક ખુલાસો યોગ્ય ન જણાતા પ્રાંત અધિકારીએ જાહેર વિતરણ વ્યવસ્થા હુકમ 2001ની શરતોના ભંગ બદલ ઘઉં, ચોખા અને ખાંડનો 22 હજાર 500 કિલોગ્રામનો રૂ. 64,750નો જથ્થો સીઝ કર્યો હતો. સીઝ કરેલો જથ્થો સરકાર વતી સુરક્ષીત રીતે સાચવવા વ્યાજબી ભાવના દુકાનદારને સુપ્રત કરવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી બોટાદને કેસ સોંપ્યો છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ