હિન્દ ન્યુઝ, કાલાવડ
તા.૨૩/૦૫/૨૨ ને સોમવાર નાં રોજ જામનગર જીલ્લા નાં ધ્રોલ/જોડીયા/કાલાવડ ખાતે સૌના લોકલાડીલા અને આદરણીય નેતા ઈશુદાન ગઢવી, જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ પ્રકાશભાઇ દોંગા નાં અધ્યક્ષસ્થાને પરિવર્તન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંભુ લોકો જોડાય અને મોટરસાયકલ રેલી તથા મોટરકારો નાં કાફલા સાથે ખુબ વિશાળ રેલી રૂપે દરેક તાલુકા મથકે યોજવામાં આવી હતી અને કાલાવડ તાલુકા નાં જશાપર ખાતે સાંજ નાં ટેલીકાસ્ટ દ્વારા દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવતી પ્રજાજનો ને સુવિધાઓની રુપરેખા ટેલીકાસ્ટ દ્વારા ગ્રામજનો બતાવવામાં આવી હતી અને ત્યારબાદ જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ પ્રકાશભાઇ દોંગા દ્વારા વિશેષ મહત્વ ની માહિતી આપી હતી અને સૌના લોકલાડીલા અને આદરણીય નેતા ઈશુદાન ગઢવી ની આગવી શૈલીમાં તેમનું વિશેષ માગૅદશૅન આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ તકે આ કાયૅક્રમ સફળ બનાવવા માટે જશાપર ગામ નાં એડવોકેટ અને નોટરી એવાં જે.બી.લશ્કરી, પૂર્વ તાલુકા નાં પ્રમુખ દેવરાજભાઈ વૈષ્ણવ, સિઘંલભાઈ સોલંકી, ભાવેશભાઇ સોલંકી, સરપંચ વિનુભાઈ, તાલુકા પ્રમુખ સહદેવસિંહ જાડેજા, લલિતભાઈ મકવાણા, રમેશભાઈ વણપરીયા, દયાબેન મકવાણા તથા દરેક હોદેદારો અને કાર્યકરો તેમજ દરેક સમાજ ના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ને કાયૅક્રમ ને સફળ બનાવ્યો હતો.