જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે જોવાની સંબંધિત અધિકારીઓને તાકીદ કરતાં જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર

હિન્દ ન્યુઝ, મહિસાગર

મહિસાગર જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમારના અધ્યક્ષસ્થાને કલેકટરાલય ખાતે મહીસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો સર્વ શ્રી જીજ્ઞેશભાઇ સેવક અને અજીતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સાંસદ-ધારાસભ્યઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો પરત્વે જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમારએ સબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે હકારાત્મક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરી જનપ્રતિનિધિઓના પ્રશ્નો અને કામોનો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવાની તાકીદ કરી હતી. કલેકટરએ અધિકારીઓને જનસુખાકારીના અને વિકાસના કામોને અગ્રતા આપી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી જન-જનની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય હોવાનું જણાવી જનહિતને લગતા વિજળી, પીવાના પાણીના, રસ્તાના, સિંચાઇ, આરોગ્ય તેમજ શિક્ષણ જેવા પ્રશ્નો સત્વરે પૂરાં તે જોવાનો અનુરોધ કર્યો હતો. બેઠક દરમિયાન વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ દ્વારા પોતાના વિભાગની કરવામાં આવેલ કામગીરી સહિત પૂરાં કરવામાં આવેલ નિર્ધારીત લક્ષ્યાંકો અને સિધ્ધિ રજૂ કરતી વિગતોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.જેને જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમારએ નિહાળીને સંબંધિત અધિકારીઓને હજે પણ જે લક્ષ્યાંકો નિર્ધારીત કરવામાં આવ્યા છે અને પૂર્ણ નથી થયા તેવા લક્ષ્યાંકો ઝડપથી પૂરાં થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડી રચનાત્મક સૂચનો કર્યા હતા.
કલેકટર ડૉ. મનિષકુમારએ જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓને બેઠકને લગતા પત્રકો અને ડેટા એન્ટ્રી સમયસર થાય તેની ખાસ કાળજી રાખવા પર ભાર મૂકી પડતર અરજીઓનો ત્વરિત નિકાલ થાય તે જોવા સુચવ્યું હતું. વધુમાં તેમણે નાગરિક અધિકાર પત્ર, તપાસણી બાકી કેસો, સરકારી લેણાંની વસૂલાત, પેન્શન કેસો વિગેરે જેવી બાબતોની સમીક્ષા કરી કોઇપણ પ્રશ્નો પડતર રહેવા ન પામે જોવા સંબંધિક અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણી, જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટ, અધિક નિવાસી કલેકટર એ. આઇ. સુથાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે જાદવ, તમામ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના તમામ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Related posts

Leave a Comment