હિન્દ ન્યુઝ, ભુજ
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના
દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુંટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂ|.૯૦૦/- પ્રતિ માસ (રૂ|.૧૦,૮૦૦/- પ્રતિ વર્ષ સહાય) સહાયની યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૨૭/૦૫/૨૦૨૨ સુધી ‘આઇ ખેડૂત’ પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઇ જવા માટે દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે હેતુસર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અને દેશી ગાય ધરાવતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટેની યોજનાઓ દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુંટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂ.૯૦૦/- પ્રતિ માસ (રૂ.૧૦,૮૦૦/- પ્રતિ વર્ષ સહાય) સહાયની યોજના અમલમાં મુકેલ છે. જેની અરજી ‘આઇ ખેડૂત’ પોર્ટલ ઉપર તા.૨૭/૦૫/૨૦૨૨ સુધી ખેડૂતો કરી શકે છે. દેશી ગાય આધારીત એક એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ રૂ|.૯૦૦/- પ્રતિ માસ એટલે વાર્ષિક રૂ|.૧૦,૮૦૦/- ની મર્યાદામાં સહાય આપવાની યોજના માટે કચ્છ જિલ્લાના ખેડૂતોને પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, કચ્છની કચેરી દ્વારા જણાવવામાં આવે છે. દેશી ગાયના નિભાવ ખર્ચ માટેની યોજનામાં ખેડૂત લાભાર્થીની પાત્રતા આ મુજબ છે.
(૧) અરજદાર ખેડૂત અરજીના સમયે આઇડેન્ટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતા હોવા જોઇએ.
(૨) અરજદાર ખેડૂત પોતાની એક એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઇએ.
(૩) ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલ હોવી જોઇએ.
(૪) જમીનના ખાતા ૮-અ મુજબ એક જ અરજદારને લાભ મળશે.
આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરીને અરજદારે તેની પ્રિન્ટ આઉટ મેળવી તેની ઉપર સહી/અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭-૧૨, ૮-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિ પત્રક, આધાર કાર્ડની નકલ તેમજ બેંક પાસબુકની નકલ/રદ કરેલ ચેક સાથે જે તે તાલુકાના આત્મા કચેરીના આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર (એટીએમ), બ્લોક ટેકનોલોજી મેનેજર (બીટીએમ) કે પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માની કચેરી, ભુજ ખાતે સમયમર્યાદામાં રજુ કરવાની રહેશે તેવું પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.