હિન્દ ન્યુઝ, રાજપીપલા
તા.૦૫-૦૫-૨૦૨૨નાં આર એન દિક્ષિત હાઈસ્કૂલ, તરોપા. તા-નાદોદ.જી.નર્મદા ખાતે નર્મદા જિલ્લાના આચાર્ય સંધ દ્વારા નિવૃત્ત આચાર્ય ઓનો સન્માન અને શિક્ષણ સંવાદ સાથે શિક્ષણ ગુણવત્તા સુધારણા કાર્યક્રમ ભરુચ સાંસદ મનસુખ ભાઈ વસાવા અને મુખ્ય મેહમાન નાદોદ મત વિસ્તારનાં ધારાસભ્ય પી.ડી.વસાવા અને નમૅદા જીલ્લા ઈ. ચા શિક્ષણ અધિકારી ડી.બી.વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો. કાર્યક્રમ મા આખા બોલા અને સ્પષ્ટ વકતા સાંસદ મનસુખ ભાઈ વસાવા એ પોતાના વકત્વય મા નર્મદા જિલ્લાના શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નમૅદા જીલ્લા ને પછાત પણા ના મહેણાં, ટોણાંથી દુર કરવા શિક્ષણ જ મહત્વપૂર્ણ છે. શિક્ષણ ની ગુણવત્તા સુધારવા હજુ વધુ મેહનત ની જરૂર છે. સાથે સાથે તેઓએ જણાવ્યું કે બાહ્ય પરિક્ષાઓમાં. સ્પધાતમક પરિક્ષા મા ગુજરાત રાજ્યના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી અગ્રેસર રહી ઉચા હોદ્દા પ્રાપ્ત કરે એવી શુભ ભાવના વ્યકત કરી હતી અને આચાર્ય ઓને માગૅદશૅન આપ્યું હતું.ત્યારબાદ નાદોદ મત વિસ્તારનાં ધારાસભ્ય પી ડી વસાવા એ પોતાના વકત્વય મા ગુરુ શબ્દ નો અર્થ સમજાવતા અંધકાર તરફ થી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ. શિક્ષણની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ જરૂરી છે. તેઓ એ પોતાની હળવી વાણી મા જણાવ્યું હતું કે શિક્ષક કોઈ સાધારણ વ્યક્તિ નથી, શિક્ષક અસાધારણ છે.અને શિક્ષણ ગુણવત્તા માટે આચાર્યશ્રી ઓને શિખ આપી હતી. નિવૃત્ત આચાર્ય ઓના સન્માન કાયૅક્રમ ની સાથે શ્રેષ્ઠ આચાર્ય રાજય પારીતોષિક વિજેતા પ્રદિપસિંહ સિધાનુ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સમગ્ર કાયૅક્રમ શાળા ના આચાર્ય અને જીલ્લા આચાર્ય સંધ ના પ્રમુખ નિલેશ ભાઈ વસાવાની રાહબરી હેઠળ કરવામાં આવ્યું કાયૅક્રમ મા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના તમામ શિક્ષણ નિરિક્ષક અને વહિવટી પાખ તથા તમામ શાળા ના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા, સાથે. સંચાલક મંડળના પ્રમુખ/મંત્રી, માધ્યમિક શિક્ષક સંધના પ્રમુખ/મંત્રી, ઉ. મા. શિક્ષક સંધ ના પ્રમુખ/મત્રી, વહીવટી સંધ ના પ્રમુખ/મંત્રી સૌવ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસદિઆ, રાજપીપલા