બોટાદ જિલ્લાના હામાપર ગામમા એ.સી.પ્રેશર પાઈપલાઈનના લીકેઝીસ દૂર કરી પાણી પુરવઠો પુન:પ્રસ્થાપિત કરાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાના હામાપર ગામ ખાતે એ.સી.પ્રેશર પાઈપલાઈનના લિકેઝીંસ દૂર કરી હામાપર ગામનો પાણી પુરવઠો પુન: શરૂ કરાયો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહી પરીએજ ટેંક આધારીત બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ બોટાદ તાલુકાના 52 ગામો, ગઢડા તાલુકાના 05 ગામો અને 03 પેટા પરાઓનો સમાવેશ થાય છે. બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજનાની કોમ્રેહેંસીવ મરામત અને નિભાવણીના કામનો એલ.ઓ.એ ઝોન કચેરી જુનાગઢથી નંદીશ કોર્પોરેશન અમરેલીને આપવામાં આવેલ છે. જે અન્વયે ઈજારદાર દ્વારા કરારખતની કામગીરી પૂર્ણ કરી બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજનાની કોમ્રેહેંસીવ મરામત અને નિભાવણી સંભાળવામાં આવી રહેલ છે. બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજના હેઠળના તાજપર ગ્રુપ હેઠળ હમાપર ગામનો સમાવેશ થાય છે. હામાપર ગામની વસ્તી વર્ષ 2022 મુજબ ત્રણ હજાર જેટલી આંકવામાં આવે છે. આ ગામને બોટાદ ઝોન જૂથ પાણી પુરવઠા યોજનાના પાંડવધાર હેડ વર્કસ અને તાજપર ગ્રુપ હેઠળની સાત લાખ લીટર ક્ષમતાની ઉંચી ટાંકીમાંથી ગ્રેવિટ મારફત ધારાધોરણો મુજબ એકંદરે પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ ગ્રુપ હેઠળ હામાપર ગઢડા તાલુકાનું તથા કાર્યક્ષેત્રનું છેવાડાનું ગામ છે. પાંડવધાર હેડવર્કસથી ૩૦૦ મીમી વ્યાસની એ.સી. પ્રેશર અને ૨૫૦ મીમી વ્યાસની એ.સી.પ્રેશર પાઈપલાઈન મારફત્ ગ્રેવિટી આધારિત પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે. આ એ.સી.પ્રેશર પ્લાન્ટ આશરે ૨૦ વર્ષ જૂની હોય આ લાઇનમાં અવારનવાર લીકેજીસ ઉદભવે છે. જે તારીખ 5.5.2022 ના ગુજરાત સમાચાર પત્રમાં આવેલ પ્રેસ કટિંગ બાબતે જણાવવાનું કે તારીખ 3. 5. 2022 ના રોજ મોડી સાંજ સુધી ઈજારદાર પાસે આશરે ચારથી પાંચ જેટલા લીકેઝીસ દૂર કરી હામાપર ગામનો પાણી પુરવઠો તારીખ 4. 5. 22 ના રોજ પુનઃસ્થાપિત કરવામાં આવેલ છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં એ.સી. પ્રેશર પાઈપલાઈન હાલ આઉટ ડેટ થઈ ગયેલ હોય હાલ પ્રેક્ટિસમાં ન હોય તેને દૂર કરી તેને સ્થાને નવીન પી.વી.સી.કે ડી.આઇ પાઇપલાઇન દ્વારા યોજના રીમોલ્ડ કરવાનું સૂચન છે. જે અન્વયે તૈયાર કરેલ 100 એલ.પી.સી.ડી મુજબની નવીન બોટાદ જૂથ સુધારણા યોજના ફેઈઝ – 2 માં તમામ 24 જોગવાઈ કરવામાં આવેલ છે જેના ટેન્ડર્ તારીખ 23. 4. 2022 ના રોજ ઓનલાઇન કરી દેવામાં આવેલ છે આમ આ પ્રશ્નો બાબતે કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે. એવું બોટાદ કાર્યપાલક ઇજનેર એક યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ 

 

Related posts

Leave a Comment