હિન્દ ન્યુઝ, કચ્છ
આજરોજ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને કચ્છના પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ ભુજીયા ડુંગરની તળેટીમાં આકાર પામી રહેલ સ્મૃતિવનની મુલાકાત લીધી હતી. આ તકે બંન્ને મંત્રીઓ સ્મૃતિવનની કામગીરીથી માહિતગાર થયા હતા. અને સ્મૃતિવનની કામગીરી ઝડપથી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીઓએ સ્મૃતિવનમાંજ નિર્માણ પામેલ મિયાવાકી વનની પણ મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્મૃતિવનમાં ત્રણ લાખથી પણ વધુ વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન મંત્રીઓ સાથે સામાજિક અગ્રણીઓ વિનોદભાઇ ગઢવી, ભરતભાઇ સંઘવી નાયબ વન સંરક્ષક સર્વ સાદીક મૂંઝાવર, તુષાર પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર ચિરાગ ડુડીયા ઉપસ્થિત રહ્યા હતા