જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિવિધ યોજનાઓની સમિક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓની સમિક્ષા તેમજ કારોબારી બેઠક અને જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન જે.કે પટેલે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતુ કે સ્વચ્છ ભારત ગ્રામીણ યોજના હેઠળ ૩૨૮ વ્યકિતગત શૌચાલય તેમજ ૧૨ સામુહીક શૌચાલયનુ ર્નિમાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ શાખાના કાર્યોની માહિતી પુરી પાડી હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત, નિર્મળ ગુજરાત, એન. આર. ઈ. જી. એસ., શ્યામાપ્રસાદ રૂર્બન મિશન યોજના, એન. આર. એલ. એમ. યોજના ડી.આર.ડી.એ. એડમિનિસ્ટ્રેશન તથા સ્વચ્છ ભારત ગ્રામીણ યોજના અને અન્ય યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રવિકુમાર તથા સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment