કચ્છના ખેડૂતોને આત્મા યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦ના “બેસ્ટ આત્મા ફાર્મર” એવોર્ડ મળ્યો

હિન્દ ન્યુઝ, ભુજ

              કૃષિ ક્ષેત્રના ઉત્સાહીસ અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃતિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવા, ઉત્પાદનમાં વધારો કરવા તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે. તેઓને ખેત ઉત્પાદનલક્ષી પ્રવૃતિને પ્રોત્સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તેમજ આપેલ યોગદાનની કદરરૂપે કૃષિ વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટે શુભ હેતુથી ભારત સરકાર પુરસ્કૃત અને ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) યોજના હેઠળ “બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ” આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આત્મા યોજના સાથે સંકળાયેલ ખેડૂતો દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટે “બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ” કુલ-૯ (નવ) ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે અનુસાર વર્ષ ૨૦૧૯-૨૦ના “બેસ્ટ આત્મા ફાર્મ એવોર્ડ” ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાના ૬ ખેડૂતોને પસંદ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ૨ (બે) ખેડૂતો રાજયકક્ષાએ, ૧ (એક) ખેડૂત જિલ્લા કક્ષાએ અને ૩ (ત્રણ) ખેડૂતો તાલુકા કક્ષાએ પસંદગી પામેલ. જે મુજબ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા દ્વારા રાજયકક્ષા માટે પસંદ થયેલ બે ખેડૂતો વિનોદભાઇ પટેલ, ગામ નારાણપર તા.ભુજ અને જગદીશભાઇ વિશ્રામભાઇ પટેલ ગામ થરાવડા તા.ભુજને રૂ.૫૦,૦૦૦ નો ચેક, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તથા જિલ્લા કક્ષામાં પસંદ થયેલ મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા ગામ કાદીયા નાના તા.નખત્રાણાને રૂ.૨૫,૦૦૦ નો ચેક, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને તાલુકા કક્ષા માટે પસંદ થયેલ સામજીભાઇ રવાભાઇ સથવારા, ગામ આમરડી તા.ભચાઉ અને લાલજીભાઇ કરશનભાઇ ચાવડા ગામ ચોબારી તા.ભચાઉ તથા શંભુલાલ વેલજીભાઇ ભાનુશાળી ગામ નુંધાતડ તા.અબડાસાને રૂ.૧૦,૦૦૦ નો ચેક અને પ્રમાણપત્ર આપવામાં આવેલ. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા દ્વારા ઉપરોકત તમામ ખેડૂતોને અભિનંદન આપવામાં આવેલ તથા ઉતરોતર પ્રગતિ કરવા અને અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહન આપી આગળ આવવા જણાવેલ. આ પ્રસંગે આત્મા કચ્છ પ્રોજેકટ ડાયરેકટર કિરણસિંહ વાઘેલા દ્વારા એવોર્ડ મેળવેલ તમામ ખેડૂતો સાથે ચર્ચા કરી અન્ય ખેડૂતોને પ્રેરણા આપવા માટે જણાવ્યું હતું.

Related posts

Leave a Comment