૨૦ દિવસની દીકરીને ન્યાય અપાવીને જ રહીશું : ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યૂઝ, અમદાવાદ

અમદાવાદ જિલ્લા ના ધંધુકા માં વિધર્મી દ્વારા કિશન ભરવાડ નામના યુવાન પર ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આજરોજ આપણા ગુજરાત સરકાર ના રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવ બાવળીયાળી ઠાકર દુવારા ના મહંત ને ભરવાડ સમાજ ના ધર્મગુરુ શ્રી રામબાપુ તેમજ ગુજરાત ભરવાડ સમાજ ના અગ્રણી વિજયભાઈ ભરવાડ સુરત, હીરાભાઈ ચાવડા, કિરીટસિંહ રાણા (વન વિભાગ મંત્રી) મુકુંદ બાપુ વડવાળા, શંભુનાથ ટુંડિયા, બાબાભાઈ ભરવાડ, લીમડી રણછોડભાઈ ભરવાડ પ્રમુખ VHP, જગદીશભાઈ મકવાણા જિલ્લા પ્રમુખ સુરેન્દ્રનગર, હર્ષદગીરી ગોસાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ વગેરે મહાનુભાવો સ્વ.કિશન ભરવાડ ના ઘર ની મુલાકાત લીધેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સ્વ. કિશનભાઈ ની વીસ દિવસ ની દીકરી ને જોય ને ભાવવિભોર થઈ ગયેલ તેમના પિતા સહિત સહપરિવાર ને મળીને આશ્વાસન આપેલ કે આ હત્યા કેસ મા જે પણ આરોપી સામેલ હશે તેમની જડમુળ સુધી તપાસ કરીને કડકમાં કડક સજા થાય એ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપેલ. સ્વ. કિશનભાઇ ની વીસ દિવસ ની દીકરી ની શિક્ષણ થી તેના વિવાહ સુધી ની જવાબદારી ભરવાડ સમાજ ના દાનવીર ભામાશા ને માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજયુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ વિજયભાઈ ભરવાડ દ્વારા સ્વીકારી હતી. વિજયભાઈ અને રામ બાપુ જેવા વટવૃક્ષ સમાન વડીલો ના સાનિધ્યમાં આપણો સમાજ હુંફ અને સુરક્ષા અનુભવી રહ્યો છે ખરા સંકટના સમયમાં આપ સમાજના નાનામાં નાના માણસો સાથે ઉભા રહો છો એ ખૂબ મોટી વાત છે સમાજ હંમેશા આપનો ઋણી રહેશે.

રિપોર્ટર : નાગજી ગમારા, જામનગર

Related posts

Leave a Comment