હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લામાં રાષ્ટ્રી ય રક્તવપિત્ત નિમૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પિર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેાઇન તા.૩૦/૧/૨૦૨૨ થી તા.૧૩/૨/૨૦૨૨ દરમિયાન યોજાશે. જે અંતર્ગત જિલ્લા૩ના તમામ તાલુકાઓના પ્રાથમિક આરોગ્યશ કેન્દ્રોઅના તમામ ગ્રામ્યન વિસ્તાીરોમાં રકતપિત અંગે લોકોને જાણકારી આપવામાં આવશે. રકતપિત્ત જંતુજન્યવ રોગ છે. રક્તાપિત્તનું વહેલું નિદાન અને ત્વરરિત સારવાર કરવામાં આવે તો સંપૂર્ણપણે મટી શકે છે.
રકતપિત્તની શરૂઆતના ચિહ્નો જોઇએ તો, ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પાર્શ જ્ઞાનનો અભાવ, ચામડી ઉપર ચાઠું એ રક્તંપિત્ત હોઇ શકે છે.
વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુ ઔષધીય સારવારથી વિકૃતિ અટકાવી શકાય છે. તમામ સરકારી દવાખાનામાં વિના મૂલ્યેે સારવાર ઉપલબ્ધુ છે. રકતપિત્તગ્રસ્તોુ સન્મારનપૂર્વક જીવી શકે તે માટે તેમનો સ્વીરકાર કરી પ્રોત્સાઉહિત કરવા અનુરોધ કરાયો છે. રકતપિત્તનું નિદાન તથા સારવાર દરેક સરકારી દવાખાના/ પ્રાથમિક આરોગ્યસ/ સામુહિક કેન્દ્રા ખાતે દરરોજ વિનામૂલ્યે કરવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા રક્તાપિત્ત કચેરી, જિલ્લા પંચાયત, વલસાડનો રૂબરૂ અથવા ફોન નંબર ૦૨૬૩૨-૨૪૩૭૧૦ ઉપર સંપર્ક સાધી શકાશે.