હિન્દ ન્યુઝ, ભરૂચ
ભરૂચના શક્તિનાથ પાસે થી જલારામ સીજનલ સ્ટોર માંથી પોલીસે 2000 થી વધુ ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નુ વેચાણ કરતા વ્યક્તિ ને પકડી પાડવામાં આવ્યું. આગામી દિવસોમાં ઉતરાયણ પર્વ હોય બજારોમાં ચાઈનીઝ તુક્કલ, સિન્થેટીક મટીરીયલ, તોકસીન મટીરીયલ, પ્લાસ્ટિક મટીરીયલ માથી બનવામા આવતી દોરી પર પ્રતિબંધ હોવા છતા ભરૂચ ના શક્તિનાથ સર્કલ પાસે જલારામ સિજનલ સ્ટોરમાં આ પ્રકાર ની દોરી નું વેચાણ થતું હતું. આથી સી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય અને બાતમી ના આધારે દુકાનમાં તલાસી લેતા પ્રતિબંધ ચાઇનીઝ ફિરકા નંગ 11 અંદાજીત કિંમત રૂ.250 કુલ કિંમત રૂ.2750 મુદ્દામાલ સાથે દુકાન માલિક ને જડપી પાડયો હતો.
રિપોર્ટર : સમસુદ્દીન પતાલા, ભરૂચ