હિન્દ ન્યુઝ, મોડાસા
રાજ્ય સરકાર દ્વારા આયોજીત તા.૨૫ થી ૩૧ ડીસેમ્બર સુધી સુશાસન સપ્તાહના ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં “ગુડ ગવર્નન્સ ડે”ની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના ભામાશા હોલ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત જીલ્લાના યુવાઓને રોજગાર એપ્રેન્ટિસપ એનાયત પત્રો તથા ઈ-શ્રમ કાર્ડના નોંધણી પત્રોનું વિતરણ કરાયું.
આ પ્રસંગે યુવાઓને પ્રોત્સાહિત કરતા મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે સંબોધન કરતા જણાવ્યું કે, ભારતમાતાનો નારો એ દેશને આઝાદી આપવાનો નારો છે. પક્ષીઓ, પ્રાણીઓ તેમજ મનુષ્યને ધરતી માતાના આશ્રયની જરૂર પડે છે. આપણે રાજ્ય સરકારે સુશાસનને વર્તમાન સમયમાં આગળ વધારી છે. આપણે આજે આવા પાવન અવસરે એકત્રિત થયા છીએ. આજના યુવાઓ એ સર્વોત્તમ એ ભારતનું ભાવિ ભવિષ્ય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૨ જાન્યુઆરીથી આઝાદી કા અમૃત મહોત્સવ ૭૫ અઠવાડિયા સુધી ઉજવવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારની વિકાસ નીતિથી દેશની પ્રગતિમાં વધારો થયો છે. આપણા રાજ્યને સમગ્ર દેશમાં “good governance” તરીકે પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે.બંધારણમાં લોકો અધિકારો તેમને આપીને અર્થમાં સાર્થક કર્યા છે.
એમણે વધુમાં કહ્યું કે, સરકારે બધાજ કામમાં પારદર્શકતા લાવી છે. જેમાં કોઈપણ સરકારી ભરતીમાં ઓનલાઇન પરીક્ષા, મેરીટ પ્રમાણે નોકરીઓ આપી છે. કોઈને અન્યાય થતો નથી. હવેના સમયમાં સરકાર રોજગારીના ઓર્ડર ઘરઆંગણે આપે છે. ગુજરાત રોજગાર આપવામાં પ્રથમ નંબરે આવે છે. જેમાં ૭૨ ટકા રોજગારી આપવાનું કામ કરે છે. કોરોના કાળમાં લોકડાઉન બાદ રોજગાર મેળવવા માટે બીજા રાજ્યઓમાંથી ગુજરાત આવતા હતા. કોરોના કાળમાં પરપ્રાંતિયને ઘરે મોકલવા માટેની બીડું ઉઠાવીને ૧૫૦૦ જેટલી ટ્રેનો દોડાવી છે. હવેના સમયમાં નવી સ્કીલ કૌશલ્યની શરૂઆત કરવા જઈ રહ્યું છે. સ્કીલ ના હોય તો ડિગ્રી પણ નકામી છે. વાઈબ્રન્ટ સમિતિ અંતર્ગત નેશનલ એજ્યુકેશન ઇમ્પ્લીમેન્ટના MOU કર્યા છે. ટેક્નિકલના માધ્યમ થકી ૧૨૦ ડિગ્રીઓ મેળવી શકાશે. જેમાં દરેક પ્રકારનું કૌશલ્ય યુવાઓ મેળવે એવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. વિજ્ઞાન ટેક્નોલોજી થકી રોબોટ કામ કરતા થયા છે. તેવી સિદ્ધિઓ આજના વૈજ્ઞાનિકો એ હાંસલ કરી છે. જેની પ્રેરણા લઈને આજના યુવાઓએ દિશામાં કામગીરી કરે તે જરૂરી છે.
આત્મનિર્ભર ભારતની વાત કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી એ આપ સૌ કોઈને આત્મનિર્ભર બનાવવા માંગે છે.તમારામાં રહેલી કળાઓને બહાર લાવવી. જેનાથી તમે જીવનમાં કંઈક કરી શકશો,તેમજ ધંધાકીય ક્ષેત્રમાં પ્રારંગત બનશે. આપણે કંઈક નવું શીખવાની જરૂર છે. યુવાઓએ નોકરી માટે 100 ટકા પ્રયત્નો કરવાના છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી માં કોઈપણ ક્ષેત્રમાં ઇનોવેશન કરનારને 2.50 લાખની સહાય અપાશે. આપણે પહેલા પરાવલંબી હતા અન હવે સ્વાવલંબી બન્યા છીએ. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર હંમેશા કટીબદ્ધ છે.
જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ યુવાઓને પ્રેરણા આપતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ૨૫ થી ૩૧ ડીસેમ્બર સુધી એક સપ્તાહના કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધલક્ષી યોજનાનોના લાભ પ્રજાલક્ષી કાર્યોને પ્રજા સમક્ષ રજુ કરવાના હેતુથી કરી છે. યુવા વર્ગોએ સ્કીલનું પ્રોડક્શન કરવાનું છે જેનાથી તમારામાં એક નવી ઉજાશ આવશે. સરકાર દ્વારા તમામ આઈ.ટી,આઈ.ને અધતન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા રોજગારવાન્છુઓને રોજગારી આપવા માટે રોજગાર ભરતી મેળાઓ યોજવામાં આવે છે જેમાં યુવા વર્ગને રોજગારી હેઠળ આવરી લેવાય છે. આપણા જીલ્લાના ખુબ યુવાઓ સરકારી નોકરીઓ પ્રાપ્ત કરી છે. જે દરેક યુવાઓ માટે પ્રેરણાદાયી છે. આજનો યુવા એ કોઈ બીજા પાસેથી પ્રેરણા લઈને બધાને એ પ્રેરણા આપે તેવી અપીલ કરી હતી. દરેકે સરકારની લાભદાયી સુવિધાઓનો લાભ લેવો અનુરોધ કર્યા હતો.
આ ઉજવણી દરમિયાન જીલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ તથા જિલ્લા અગ્રણી રાજેન્દ્રભાઇ પટેલે યુવાઓને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રેન્ટીસશિપ કરારપત્રોનું વિતરણ એપ્રેન્ટીસશિપ સ્ટાઈપેન્ડ રીએમ્બરસમેન્ટ મોડ્યુલનો શુભારંભ તેમજ આઈ.ટી.આઈ. સંસ્થાકીય સ્ટાઈપેન્ડનું ડીજીટલ ગુજરાત પોર્ટલ પર લોન્ચિંગ આઈ.ટી.આઈ.ના નવનિર્મિત ભવનનું લોકાર્પણ તથા ઇ શ્રમ કાર્ડનું વિતરણ કરાયું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટીયા, મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ભાવસાર, તમામ તાલુકા પંચાયત પ્રમુખો, આદિજાતિ અગ્રણી પી.સી.બરંડા, મોડાસા પ્રાંત અધિકારી મીતા ડોડીયા,જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રી બેન પટેલ, જિલ્લા રોજગાર અધિકારી, જીલ્લાની તમામ આઈ.ટી.આઈ.ના આચાર્યો જિલ્લાના રોજગારના અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : મોહસીન ચૌહાણ, મોડાસા