માલપુરના મેવડા ખાતે ફળ અને શાકભાજીમાંથી બનાવટો અંગે પ્રેક્ટીકલ તથા માર્ગદર્શન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, મોડાસા

સખી મંડળની બહેનોને નાયબ બાગાયત નિયામક વિભાગ દ્વારા ફળ અને શાકભાજીમાંથી વિવિધ પ્રકારની બનાવટો બનાવવા માટે તાલીમ અપાઈ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મેવડા ગામ ખાતે સખી મંડળની બહેનોને નાયબ બાગાયત નિયામકની કચેરી, અરવલ્લી દ્વારા ફળ અને શાકભાજીમાંથી વિવિધ પ્રકારની બનાવટો બનાવવા માટેની ફળ અને શાકભાજી પરીક્ષણ અંગેની તાલીમ આપવા માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું. જેમાં આ તાલીમમાં ફળ અને શાકભાજી પાકો માંથી નીચેની બનાવટો અંગે પ્રેક્ટીકલ સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તમામ મહિલાઓને ટામેટા કેચપ, મિક્ષ ફ્રુટ જામ, આદુ લીંબુનો સ્ક્વોશ, રોઝ શરબત, આમળાની કેન્ડી, આમળાનું અથાણું, જામફળનો સ્ક્વોશ, મરચાનું અથાણું, લીલી હળદરનું અથાણું, સફરજનની ચટણી, ટોપરાનાલાડુ, ગાજરનો હલાવો, અનાનસનો સ્ક્વોશ, દાડમનો નેક્ટર અને દાડમની જેલી જેવી બનાવટોની તાલીમ આપવામાં આવી. આ તાલીમને સફળ બનાવવા બાગાયત અધિકારી એ.વી. ગઢવી માલપુર, બાગાયત નિરીક્ષક જે.પી.સોલંકી, તાલીમ નિષ્ણાંત સ્મિતાબેન તથા કૈલાસબેનનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો.

રિપોર્ટર : મોહસીન ચૌહાણ, મોડાસા

Related posts

Leave a Comment