અરવલ્લીના માલપુર ગ્રામપંચાયત હોલ ખાતે “પોષણ માહ’’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મોડાસા

૦૮સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ અરવલ્લીના માલપુર ગ્રામપંચાયત હોલ ખાતે “પોષણ માહ’’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો. જેમાં આ કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ તોરણ બનાવવા અંગે સમજ આપવામાં આવી, વધુમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.યોગેશભાઈ ગોસ્વામી દ્વારા પોષણ અને આરોગ્ય અંગે સમજ આપવામાં આવી. તેમજ આયુર્વેદિક મેડીકલ ઓફિસર ડૉ.નીમેષભાઈ દ્વારા પેમ્પેલેટ વિતરણ તેમજ આયુર્વેદિક મતાનુસાર આહાર નિયમ વિશે તથા હોમિયોપેથીક મેડીકલ ઓફિસર ડૉ.જે.એન.પટેલ દ્વારા હોમિયોપેથીક ને લગતી માહિતી અપાઈ. જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીથી શ્રીમતી ચંદનબેન દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃતિઓ જેમાં મગફળીના ફોતરા ફોલવા, ઉઠક બેઠક, લીંબુના ટુકડા કરવા, દોરડા કુદ, પોષણસુત્રો અને પ્રશ્નોતરી, સ્વચ્છતાના મૌન અભિનય,વાનગી હરીફાઈ તથા આ વિવિધ પ્રવૃતિઓમાં વિજેતા સ્પર્ધકોને નિર્ણાયક શ્રીમતી ચંદનબેન તથા જીલ્લા પ્રોજક્ટ આસિસ્ટન(NNM) દિપકભાઈના હસ્તે કાર્યકર બહેનોને પ્રમાણપત્ર તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત જિલ્લા પ્રોગ્રામ અધિકારી સમીરભાઈ પટેલ દ્વારા પોષણ માહ અંતર્ગત પ્રોટીન આહાર, પોષક તત્વો, વિટામીન વિશે તેમજ જીવનમાં શાંતિનો સંદેશ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે સી.ડી.પી.ઓ. શ્રીમતી સાકરબેન ડામોર, દરેક સેજાની મુખ્યસેવીકા બહેનઓ, BRC મનહરભાઈ તથા CRC, NNM સ્ટાફ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો અને કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટર : મોહસીન ચૌહાણ, અરવલ્લી

Related posts

Leave a Comment