વેરાવળ તાલુકાના અનેક સામાજીક સંસ્થા ઓથી જોડાયેલ નગરસેવક અફઝલ સરને તેમના જન્મદિવસ નિમિતે હાર્દિક શુભેચ્છા

હિન્દ ન્યુઝ, વેરાવળ

પોતાના માટે તો બધા જ જીવતા હોય છે પણ બીજાની મદદ કરીને જીવન જીવવું એ જ અસલી જિંદગી છે આજ વાત મા માને છે વેરાવળ તાલુકાના યુવા લોક સેવક અફઝલ પંજા કે જે અફઝલ સર તરીકે જાણીતા છે.

અફઝલ સર આ નામ વેરાવળ તાલુકામાં સામાજીક અને રાજકીય ક્ષેત્રે હવે અજાણ્યું નથી.લોકસેવાના અનેક કામો સાથે અફઝલ જોડાયેલા છે અને હમેશા દરેક વ્યક્તિને પોતાની રીતે જે મદદકર્તા બનતા હોય છે. ઘણી બધી લોક કલ્યાણ ની સઁસ્થા સાથે રહીને લોક ઉપયોગી કાર્યોમાં હમેશા અગ્રેસર રહી અને માનવ સેવા એ જ પ્રભુ સેવામાં માનનાર વ્યક્તિ છે.

હેલ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ તરીકે અફઝલ સર પોતાની સેવા આપે છે. જેના દ્વારા જુદી જુદી રીતે હજારો લોકોને મદદરૂપ બનેલ છે.આ હેલ્પ ટ્રસ્ટ દ્વારા નાઈટ સ્કુલ મા વિધાર્થીઓ ને મફત ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી નું મફત શિક્ષણ આપવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષા અને મેડિકલ પ્રવેશ માટે નીટ ની નિઃશુલ્ક તૈયારી કરાવવા આવે છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ ને પ્રાયમરી થી કોલેજ સુધી આર્થિક મદદ કરવામાં આવે છે. કન્સલ્ટન્ટ એજનસી ની મદદ થી બેરોજગાર યુવાનો ને ખાનગીક્ષેત્રે રોજગાર માટે મદદરૂપ બનવામાં આવે છે. કુદરતી આફતો મેં કે પૂર હોય કે કોરોના જેવી આફતોમાં હમેશા લોકોની મદદ માટે અગ્રેસર રહે છે તેમજ રાબીયા સેવા ઘર નામના પ્રોજેકટ દ્વારા વિધવા સહાય, અપંગ સહાય, વૃદ્ધ સહાય જુદા જુદા કાર્ડ અને સરકારી સહાય માટે દરેક મદદ અહીથી કરવામાં આવે છે અને હમેશા દબાયેલા લોકોની અવાજ બનીને અનેક લોકસેવા ના કર્યો કરે છે. હાલ અફઝલ સર એક નગરસેવક તરીકે ની ભૂમિકા ભજવી રહયા છે અને વેરાવળ શહેરના લોકો ને નગરપાલિકા દ્વારા મળતી દરેક સગવડતા શ્રેષ્ઠ રીતે મળે તે માટેના અથાગ પ્રયત્ન કરતા રહે છે.

કુદરત થી બસ એક જ પ્રાર્થના અને દુઆ છે કે અફઝલ સર ને લાંબુ આયુષ્ય આપે, સ્વસ્થ રહે,નિરોગી રહે અને લકોના દુઃખ અને તકલીફમાં હમેશા આગળ રહે દરેક જરૂરતમન્દ ને મદદરૂપ થાય.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment