તેજવીર સેના દ્વારા રૈયા ખાતે કોકરેજ હિંદવાણી યુવાઓ દ્વારા ૧૫૦+ ઉપર બ્લડ ડોનેટ એકત્રિત કરી કોરોના દર્દીઓ ને રકત અપાશે

હિન્દ ન્યૂઝ, દિયોદર

   દિયોદર ના રૈયાગામે કોકરેજ અને હિંદવાણી આંજણા યુવાઓ થકી તેજવીર સેના ના સહયોગ થી આંજણા બ્લડ સેવા આયોજીત બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૈયા પ્રાથમિક શાળાના કેમ્પસમાં આંજણા સમાજના યુવાનોએ બ્લડ ડોનેટ આપ્યું હતું. ત્યારે પાટણ ની બ્લડ બેંક દ્વારા 150 પ્લસ બોટલ એકત્રિત કરવામાં આવી હતી.

મહત્વનું છે કે રૈયા ગામે પ્રાથમિક શાળા કેમ્પસમાં યોજાયેલ તેજવીર સેનાના સૌજન્ય દ્વારા આંજણા બ્લડ સેવા દ્વારા આયોજિત બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રૈયા ખાતે યોજાયેલ તેજવીર સેના દ્વારા રકત ડોનેટ કેમ્પ નું આયોજન બિન રાજકીય થી પર રહી સમાજના યુવાઓ સેવાકીય પ્રવૃત્તિ થી ઉમદા કાર્ય તરફ પ્રેરાય અને વઘુમાં વઘુ લોકો સેવાકીય પ્રવૃત્તિ મા સહયોગ આપ્યો હતો જેમણે મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રૈયા ગામના સરપંચ દ્વારા તેજવીર સેના દ્વારા કોકરેજ, હિંદવાણી આંજણા સમાજના યુવાઓ ની ટીમે કોરોના કાળમાં આવી સેવાકીય કામગીરી થી બ્લડ ડોનેટ કર્યું જે સમાજ માટે ગૌરવ સમાન ગણાય.

ત્યારે તેજવીર સેના પ્રમુખ સતીષભાઈ ચૌધરી, ઉપપ્રમુખ અશોકભાઈ ચૌધરી, મિતેષભાઈ ચૌધરી, ભરતભાઈ તરક, રૈયા ગામના સરપંચ પતિ નાથાભાઈ ચૌધરી અને તેજવીર સેના ના યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

 

Related posts

Leave a Comment